ક્યારેક તો લે તું મારી ખબર...
જીવ્યો તારી યાદમાં હું અને આજે પણ જીવું છું
તરસ્યો તારી વાટ જોતા હરદમ હું આંસુ પીવું છું,
હાલત મારી તને શું ખબર, ક્યારેક તો લે તું મારી ખબર...
હજુ સ્વપ્ન મને તારા આવે આવી મારુ મન હરખાવે
તારી યાદો તારી વાતો યાદ કરી મને આનંદ આવે,
હાલત મારી તને શું ખબર , ક્યારેક તો લે તું મારી ખબર...
ઘાયલ થયેલું આ મન મારુ નામ રાતે બસ તારું જ તારું ,
તું મળે જો આ જીવનમાં થાય બધુ સારું જ સારું,
હાલત મારી તને શું ખબર , ક્યારેક તો લે તું મારી ખબર...