ચોમાસાની ઋત
ચોમાસાની ઋત
ફરી એક વાર ચોમાસાની ઋત આવી.. હૈયામાં પ્રેમ ભરી અખૂટ લાવી....
વર્ષાની રાહમા થતુ મયૂરનુ નૃત્ય.. ને આપણા બેવ વચ્ચે થતુ શર્મિલુ કૃત્ય....
વરસતો વરસાદ ને ગરજતો મેઘ.. હુંફાળી છે ચાદર ને આપણે એકમેક....
પહેલા વરસાદની માટીની એ સુગંધ.. ને આપણી વચ્ચે વિકસતો પ્રેમનો સબંધ....
ઝરણાઓના વહેણ ને નદીઓ છે છલકાય.. પ્રેમની વર્ષાથી આપણુ મન છે મલકાય....
લીલી છે વૃક્ષોની ચાદર ને ઘાસના મેદાન.. ખોવાયેલ એકમેકમા આપણે કેવા નાદાન....

