શું બીજું આપું તને?
શું બીજું આપું તને?
મારી પાસે ફક્ત છે આ હાડમારી,વારસામાં શું બીજું આપું તને?
કેમ બચવું એય ક્યાં છે જાણકારી,વારસામાં શુ બીજું આપું તને?
આપણા માટે નહીં છે ગામ માટે,
હાથ બન્યા છે ફક્ત બસ કામ માટે,
મેં અપોઈમેન્ટ દઈ દીધી છે કામને,
જીંદગીમાં ક્યાં જગા આરામ માટે.
થઈ આ મિલકત આજ તારી,વારસામાં શું બીજું આપું તને,
મારી પાસે ફક્ત છે આ હાડમારી,વારસામાં શું બીજું આપું તને?
પેટનો ખાડો હવે ભર્યા વગર છૂટકો નથી,
જોખમી છે કામ પણ કર્યા વગર છૂટકો નથી,
કચકચાવી હાથ ને પગ આપણા બાંધેલ છે,
એ છતાં સાગર મહીં તર્યા વગર છૂટકો નથી.
કે દિવસથી ભાગ્યની છે બંધ બારી,વારસામાં શું બીજું આપું તને,
મારી પાસે ફક્ત છે આ હાડમારી,વારસામાં શું બીજું આપું તને?