શું આવું થાય ??
શું આવું થાય ??
શું આવું થાય??
પણ જો થાય તો બહુ મજા આવી જાય ....
રીવાઇન્ડ બટન દબાવુને ,
ફરી પાછા જૂના દિવસો આવી જાય ..
શું આવું થાય??
છૂટે મોબાઇલ હાથમાંથી ને,
દફતર આવી જાય..
છૂટી જાય બસ ઓફિસની ને,
સાઈકલ આવી જાય..
કમ્પ્યુટરને બદલે,
બ્લેક બોર્ડ દેખાઈ જાય..
છુંટે બોટલ પાણીની ને,
પરબ આવી જાય..
ખોબલે ખોબલે પાણી પીવું ને,
આખો હાથ ભીંજાઈ જાય..
ખેચું સખી કરો રૂમાલ ને,
મોં લુછાઈ જાય..
શેરી માં હું દોડું ફરી ભલે ને,
ઢીંચણ છોલાઈ જાય.
ફૂલ સ્પીડમાં ભાગતી જિંદગી,
સ્લો મોશનમાં આવી જાય.
શું આવું થાય??
રીવાઇન્ડ બટન દબાવુ ને,
ફરી પાછા જૂના દિવસો આવી જાય ...
શું આવું થાય??
