STORYMIRROR

Heena Pandya (ખુશી)

Inspirational Others

3  

Heena Pandya (ખુશી)

Inspirational Others

શતરંજની આ ચાલ છે

શતરંજની આ ચાલ છે

1 min
177

શતરંજની આ ચાલ છે.

આ ચૂંટણીનો તાલ છે.


પ્યાદા અહીં ફાવી જશે,

સઘળી પ્રજા બેહાલ છે.


આ છે બજારો વાયદાનાં,

આખું નગર જો ન્યાલ છે.


રાજા કરે સાચું કરે,

ખોટો બધાનો ખ્યાલ છે.


આજે "ખુશી"થી છે ભરી,

ક્યાં આજ એવી કાલ છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational