શરૂઆત થઈ ગઈ
શરૂઆત થઈ ગઈ
જીવન ડગર પર ચાલતા ચાલતા
એની મુલાકાત થઈ ગઈ,
ગઝલમાં એની સમક્ષ પ્રેમની કબૂલાત થઈ ગઈ,
હતી જિંદગી મારી સાવ અમાસની રાત જેવી,
સાથ મળ્યો એનો ને પૂનમની અજવાળી રાત થઈ,
કલમ ને કાગળ રિસાયા હતા મારાથી,
જો ને એના આગમને,
કવિતાની રજૂઆત થઈ ગઈ,
જીવતી લાશ સમાન હતી હું,
એના પ્રેમે પ્રાણ ફૂક્યો ને,
મારી જિંદગીની નવી શરૂઆત થઈ ગઈ.
