STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

4  

Rajeshri Thumar

Inspirational

શ્રમિકની વ્યથા

શ્રમિકની વ્યથા

1 min
414

સૂર્યની પણ પહેલા ખુલી જતી આંખ,

ભટકે અહીં - તહીં બે ટંક રોટી કાજ,

કરતા સહન વરસાદ, ટાઢ ને તડકો,

છોડી અટુલા બાળ કરતા કાળી મજૂરી.


નહીં ચપ્પલ પણ પગમાં નસીબ,

નહીં વિચારતા તો પણ હરામની કમાણી,

મળે જો એક કણની પણ સફળતા,

જીવી લેતા ખુશી ખુશી પુરી જીંદગી.


આધિ - વ્યાધિ બધું પડતું એના જ ગળે,

છતાં સહી લેતા સમજી ઈશ્વરની મરજી,

લઇ ખંભે બોજ વહાવે ખૂન - પસીનો,

જીવતા સ્વમાનભેર ખુદના દમ પર.


બનતી ચટાઈ રાતે ખુદ જ ધરતી,

બનતો ધાબળો તો ખુદ જ આકાશ,

સુઈ જતા મીઠી ગાઢ નિંદ્રામાં,

લૂંટતા વધુ ખુશી આ નાની દુનિયામાં.


ના મોંધા શોખ, ના મોટા સ્વપ્ન,

જે મળ્યું એમાં જ માની લેતા સંતોષ,

ના કરતા શિકાયત ક્યારેય ઈશ્વરને,

કાશ ! હું પણ જનમ્યો હોત ધનવાન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational