શ્રીરામ તમને વંદન વારંવાર
શ્રીરામ તમને વંદન વારંવાર
માતા કૌશલ્યાના દુલારા ને
અયોધ્યાના તમે લોકલાડીલા
શ્રીરામ તમને વંદન વારંવાર...!
ભાતૃભાવને ઝળહળતું રાખવા
તમે રાજપાટ જોને છોડ્યા
શ્રીરામ તમને વંદન વારંવાર...!
પિતાની આજ્ઞાને તમે પાળવા
ચૌદ વર્ષ વનવાસ તમે ભોગવ્યા
શ્રીરામ તમને વંદન વારંવાર...!
સુગ્રીવની વા'રે તમે આવ્યા
રાજતિલક તેમના કર્યા
શ્રીરામ તમને વંદન વારંવાર...!
હનુમાનની સેવા તમે લઈને
તમારા દિલમાં સમાવ્યા
શ્રીરામ તમને વંદન વારંવાર...!
રાક્ષસ લંકેશનો વધ કર્યા
સૌ પૃથ્વીવાસીને ભયમુક્ત કર્યા
શ્રીરામ તમને વંદન વારંવાર...!
