શ્રીમન્નાથ
શ્રીમન્નાથ


હે નાથ, અમો ભૂલીએ આપને, એવો સમય ન આપજો કદીએ
આપ અમને વિસરો હે નાથ, એવા કર્મો ન કરાવજો કદીએ.
હોય મન આનંદમાં કે પછી હો દુઃખની ગર્તામાં કદીએ
હો વાસ મુજ હૃદયમાં સદા, છોડો ન સાથ, શ્રીમન્નાથ આપ, અમારો કદીએ,
યોગ્ય સમયે આપ્યું છે બધું, જ્યારે પણ માગ્યું અમો અબુધોએ કદીએ,
હે નાથ બસ એટલી બુદ્ધિ આપજો કે,
અયોગ્યની ઈચ્છા ન થાય કદીએ,
ક્ષમતાથી વિશેષ આપ્યું છે ગુરુદેવ આપે, ન જોઈ ખામીઓ અમારી કદીએ,
હશે સત્કર્મો અમારા નિપુર્ણ, નહીંતો ભલા આવો નાથ પામીએ ન કદીએ.