STORYMIRROR

Mrudul Shukla

Inspirational

3  

Mrudul Shukla

Inspirational

શ્રી કૃષ્ણલીલા

શ્રી કૃષ્ણલીલા

1 min
243

કેટલીયે લીલા જોઈ તારી, વધુ એક તું બતાવી દે      

જન્મ લઈ ફરી એકવાર, કરોના ને ભગાવી દે.

બહુ સહયું ભક્તોએ તારા, પરચો તારો બતાવી દે       

ચક્ર સુદર્શન ચલાવી તારુ, દુશ્મન ને તું હરાવી દે,

    

નથી મળતો કોઈ ઈલાજ, જડીબુટ્ટી તું લાવી દે            

સારથી બની અમારો, યુધ્ધ આ જીતાડી દે. 

સુદામા થઈ ઊભાં દ્વારે લોકો, જાદુની જપ્પી આપી દે

લીલા અપરંપાર છે તારી, ફરી એક વાર દેખાડી દે,

                   

અવતરી ફરી આ કળયુગમાં, પ્રેમનો સંદેશો આપી દે.  

રાધા બની છે બેકરાર, મધુર મોરલી તારી વગાડી દે     

વર્ષાની આ મોસમમાં, પ્રેમનો આલાપ લગાવી  દે 

ગોવિંદા થયા છે ગાંડા, માખણની મટકી તું ફોડી દે.

      

દહીં માખણની લૂંટ કરાવી, જીવન અમૃત પીવડાવી દે  

મૃદુલ મનની હૂંડી સ્વીકારી, નરસિંહની જેમ તારી દે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational