STORYMIRROR

Tirth Soni "Bandgi"

Inspirational

4  

Tirth Soni "Bandgi"

Inspirational

શોધું હું ચોતરફ

શોધું હું ચોતરફ

1 min
372

ઘટઘટમાં વસેલો જાણ્યો છતાં શોધું હું ચોતરફ,

એ સામે આવી ઊભો મારી, ને શોધું હું ચોતરફ,


એના સ્વપ્નથી જ ઉત્પત્તિ આ સકળ બ્રહ્માંડની છે,

એ ભીતરમાં બેઠો મારી, ને શોધું હું ચોતરફ,


સર્વવ્યાપી સુંદર-કુરૂપ, સુગંધ-દુર્ગંધ બધું બન્યો,

હું જોતો આ સંસાર એના થકી, ને એને શોધું હું ચોતરફ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational