STORYMIRROR

Deepti Adalja

Classics Fantasy

4  

Deepti Adalja

Classics Fantasy

શમણાં

શમણાં

1 min
28.6K


મારી આંખોના પલકારે શમણાંનો વાસ છે,

એ જિંદગી, જરા થોભ તો તને દીઠાંનો મને ભાસ છે.

હજુયે આંખોના પલકારે શમણાંનો વાસ છે,

અરે, પણ હવે તો જીવન નો છેલ્લો તાસ છે.

મારી આંખોના પલકારે શમણાંનો વાસ છે,

ખબરદાર રહેજે તિમિર તું, હજુયે નયનોમાં ઉજાસ છે.

મારી આંખોના પલકારે શમણાંનો વાસ છે,

હજુયે, અંતરમાં લાગણીનો કળશ પાસ છે.

મારી આંખોના પલકારે શમણાંનો વાસ છે,

મને તો પૂનમની ચાંદનીનો આભાસ છે ભલેને અમાસ છે.


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar gujarati poem from Classics