STORYMIRROR

Deepti Adalja

Classics

4  

Deepti Adalja

Classics

મેહુલા

મેહુલા

1 min
28.7K


ખૂટયા, જો તારા વાદળમાં નીર,

ઉછીના લેને, અશ્રુના રેલાયેલા નીર.

દોડે સમાવા, સરિતાના મીઠા નીર,

મહીં મળવા, સાગરતણા - ખારા નીર.

ખેડુની આંખનું અમી, અષાઢી નીર,

બ્રહ્માંડનું ચેતન તત્વ મહામૂલું નીર.

બાળુડાં ઉછાળે, વરસાદી નીર,

પ્રેમીજનના હૈયા ભીંજવે, નેહ નીર.

ક્યારેક ગાંડાતુર વહે, સરિતાના નીર,

નોંધારા કરીને શાંત વહે ધીરગંભીર નીર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics