સંદેશો
સંદેશો
1 min
14.2K
આજ મેં તો સ્વર્ગમાં માવતરને સંદેશો મોકલ્યો, સઇ.
કાળજાને આંસુના ટીપાંની શાહીથી મરોડદાર અક્ષરે, આલેખ્યું, સઇ,
રુદનની પોટલીને હીબકાંના ટાંકાથી સીવી લીધી, સઇ
મનડાને ઘણું વાર્યું, માકડું બિચારું માને જ નહીં, સઇ
ક્યારે આપો નોતરું ? રાહ જોઈ થાકી હવે બહુ અધીરી થઈ, સઇ.
આજ મેં તો સ્વર્ગમાં માવતરને સંદેશો મોકલ્યો, સઇ.
