શિયાળો
શિયાળો
શિયાળો, ચોમાસુ અને ઉનાળો એમ ભારત માતાને ત્રણ ઋતુનું વરદાન છે,
દરેક ઋતુની છે આગવી મઝા, પણ હરીફાઈમાં શિયાળો મારી જાય મેદાન છે.
શિયાળાની ઋતુમાં ખાવા પીવાની છે મજા અને મઝા,
વજન પર રાખવું પડે છે નિયંત્રણ, વજન માટે રહેવાનું સભાન છે.
શિયાળાની ઋતુમાં હોય છે તરબતર કરતી તાજગીનો અહેસાસ,
યોગ અને કસરત કરી ને શારિરીક અને માનસિક રીતે બનવાનું બળવાન છે.
શિયાળામાં પાનખર અને વસંત ઋતુનું થતું હોય છે સુભગ સમન્વય,
શિયાળા પાસે કુદરતી સૌંદર્યની છટા માટેનું ભરપૂર સામાન છે.
ઠંડીથી બચવા માટે તાપણીની મઝા પણ બની રહે છે હુંફાળી,
તાપણી ની તાપણી અને સાથે મળીને ગામ ગપાટાના અરમાન છે.
સરકાઈ લિયો ખટિયા જાડા લગે, જાડે મેં બલમા પ્યારા લગે વાળી છે વાત,
શિયાળાની ઋતુ રાખે બધી રીતે તરોતાજા અને યુવાન છે.
ઉમરલાયક વૃધ્ધોને વધુ સાચવવા પડે છે શિયાળાની ઋતુમાં,
શિયાળાની ઋતુ માં વૃદ્ધ લોકો જાણે બની જાય ખર્યું પાન છે.
