STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational

શિવભક્તિ

શિવભક્તિ

1 min
291

નમામી દેવ મહાદેવ,

અમ ભકતોની સંભાળ લેજો રે,


શ્રાવણ માસે તમે પૂજાતા, પાર્વતી પતિ કૈલાસે,

બિરાજમાન એવા શિવ શંકર ચરણે બાળકના વંદન,


ગંગાને શીરે ધારણ કરી,

દેવ કલ્યાણ કાંજે હળાહળ પીનાર,


કંઠે સર્પ ને રુદ્રાક્ષ તમને શોભતા,

નંદી પર અસવાર થઈ એક વાર આવજો રે,


ભૂતગણો સદાય સાથે રાખતાં,

અમ ભકતો તમારા ગુણ ગાન કરતાં.


મનોકામના પૂરી કરજો દેવોના દેવ,

તમારુ નામ સૂણે તો મૃત્યુ દૂર ભાગે.


નમામી દેવ શંકરા ગણેશ કાર્તિકેયના પિતા,

અમ ભકતોની કરજો રખવાળી ઓ દેવોના દેવ રે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational