શિક્ષકોનો આજે આવ્યો
શિક્ષકોનો આજે આવ્યો
શિક્ષકોનો આજ આવ્યો રૂડો તહેવાર
શિક્ષક મહિમાનો આજ આવ્યો અવસર,
બાળક સાથે બાળક બનીને ભણવું છે
સર્જનાત્મક શિક્ષણ મારે આપવું છે
સુંદર ભવિષ્ય નિર્માણ મારે કરવું છે,
શિક્ષકોનો આજ.....
કથન પદ્ધતિને મારે છોડવી છે
પ્રવૃતિલક્ષી શિક્ષણ સૌને આપવું છે
સત્ય અને પ્રામાણિકતાનું સર્જન કરવું છે,
શિક્ષકોનો આજ.......
રેતીયા મૂળાક્ષર મારે ઘુંટવા છે
વાર્તા બાળગીત મારે કહેવા છે
વર્ગખંડની બહાર પર્યાવરણ સાથે ભણવું છે,
શિક્ષકોનો આજ...
