શિક્ષક વંદના
શિક્ષક વંદના
ટાંકણાના પ્રેમથી શિક્ષક ઘડે છે;
દ્વાર અંતર જ્ઞાનના તો ઉઘડે છે.
શિક્ષા શિક્ષકની વહે છે આ રગે રગ;
જિંદગીના હર કદમ પર એ મળે છે.
ખૂબ વેઠ્યા છે મેં અગ્નિના પ્રહાર,
જ્ઞાનની આ જ્યોત માટે ઝળહળે છે.
જિંદગીના યુદ્ધ સઘળાં જીતી લીધાં,
કૃષ્ણ જેવો સારથી શિક્ષક મળે છે.