શીંગોડા
શીંગોડા
આવરણ શ્યામ દેહ શ્વેત છૂપાયો
શ્રૃંગાટક ગર્ભમાં જલ અતિ પાયો,
નીપજે નીર મહીં સિંઘાડ઼ા છોડવાં
તળિયે જામે ધોળાં ધોળાં ડોડવાં,
તળાવે સરોવરે જામે લીલી વેલ
જલકુંભી પર્ણ તરતાં રેલમછેલ,
દ્વિ શીંગડા શીશ ને ત્રિકોણ આકારે
આરોગે જન વિભિન્ન પ્રસાદ પ્રકારે,
કોઈ કહે અન્ન તો વળી કોઈક ફળ
આછું મધુરું શીંગોડું આપે છે બળ,
આવરણ શ્યામ દેહ શ્વેત છૂપાયો
શીંગોડે સ્ત્રોત શક્તિ તણો લપાયો,
શ્રૃંગાટક ગર્ભમાં જલ અતિ પાયો
વ્રત ઉપવાસે ફળાહારી ખપાયો.
