શીળો છાંયડો
શીળો છાંયડો
આ ઝાંઝર દીકરીનું રણકે,
બાપનું હૈયું જુઓ મલકે.
ખમી ન શકશે કદીયે બાપ,
આ આંસુ દીકરીની પલકે.
દીઠી આંગણે જો દીકરી,
આંગણ આખુંય ઝળકે.
જન્મતી જો હર દીકરીએ,
કાશ! આ જગનું હૈયું મલકે.
શીળો છાંયડો છે "નીલ" દીકરી,
પામવાને દેવો પણ જો તરસે.
