શીખી લઈશું
શીખી લઈશું


એમાં શું! શીખી લઈશું.
ફરી પાંખ ફફડાવતાં શીખી લઈશું.
ફરી મીઠા ટહુકા કરતાં શીખી લઈશું.
ફરી સન્નાટાને કલબલાટમાં ફેરવતાં શીખી લઈશું.
ફરી રસ્તો ધમરોળતાં શીખી લઈશું.
ફરી સંબંધોને ગળે વળગાડતાં શીખી લઈશું.
ફરી એ જિંદગી તારા પડકારને ઝીલતાં શીખી લઈશું.
એમાં શું! શીખી લઈશું.