શીખી ગઈ છું
શીખી ગઈ છું
જીંદગીની કઠિન પરિક્ષાઓ આપતા શીખી ગઈ છું
જીવન સંઘર્ષના કોયડા ઉકેલતા શીખી ગઈ છું.
સફળતા અને નિષ્ફળતા સાચવતા શીખી ગઈ છું.
ને આમ જીંદગીમાં સમજણના પાઠ શીખી ગઈ છું.
પરિક્ષા આપતા આપતા હું વિદ્યાર્થીની બની ગઇ છું.
વિદ્યાર્થીની બનીને જીવનને માણતા શીખી ઞઈ છું.
