STORYMIRROR

Dr.Riddhi Mehta

Drama

3  

Dr.Riddhi Mehta

Drama

શબ્દોનો ઓપ

શબ્દોનો ઓપ

1 min
402

મહિયરના તો સહુ હોય મોહતાજ,

નાની સિદ્ધિમાં પણ પહેરાવે તાજ,

કસોટીઓ થાય કરી પારકાં ઘરે,

કિંમત અંકાઈ જાય જો એકવાર,

દિલમાં વસી જવાય જો પ્રેમથી,

જીવન પસાર થઈ જાય સ્નેહથી,

એ જ છે જીવનની મોટી સિદ્ધિ !!


શોખીન તો હું હતી બાળપણથી,

શબ્દોને હું કાગળે મઠારવાની,

વિચારોને ઓપ સાથે કંડારવાની,

એક દિવસની વાત થઈ સુહાની,

એક શબ્દોએ મઢેલો મળ્યો ડેરો,

બસ શબ્દોની મળી એ ઉપલબ્ધિ,

એ જ છે જીવનની મોટી સિદ્ધિ !!


કલમ મારી ચાલતી ગઈ ઓપતી,

મારી જાત પરોવાતી ગઈ સ્હેજે,

એક વ્યસન બની ગયું લેખનનું,

લોકોને મારી કળા ગમતી ગઈ,

પરિવારનો એ સોનેરો મળ્યો સાથ,

ગગનમાં ઉડવું પંખ ફેલાવી આજ,

એ જ છે જીવનની મોટી સિદ્ધિ !!


Rate this content
Log in

Similar gujarati poem from Drama