STORYMIRROR

Ajay Barot

Inspirational Others

4  

Ajay Barot

Inspirational Others

શબ્દ

શબ્દ

1 min
216

શબ્દો છે આતો શબ્દોની રમત છે,

ઉતરે તો ઊંડે ઉતરી જાય 

નહિતર ઊંડે ઉતારી જાય,


શબ્દો તો મહા માયાજાળ છે,

નીકળે સાધુ મુખે તો જીવન તરી જાય 

નહીંતર જીવતર ડૂબી જાય,


શબ્દો તો મહાસાગરની ઊંડાઈ છે

કિનારે તો બસ છીપલા મળી જાય 

નહિતર મોંઘેરા મોતી મળી જાય,


શબ્દો તો અર્જુનનું બ્રહ્માસ્ત્ર છે 

ધ્યાનથી ચાલે તો ધાર્યા નિશાન પડી જાય 

નહીંતર કુરુક્ષેત્ર લાલ રંગે રંગાઈ જાય,


શબ્દો તો નરસિંહની હૂંડી છે

દિલથી બોલો તો અજેય પ્રભુ મળી જાય 

નહિતર તો વસ્ત્રાહરણ કરી જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational