શબ્દ સાગર
શબ્દ સાગર
સ્નેહની સરિતામાં તમે તરતા મૂકી,
ખળ-ખળ વહી આમ તમે ચાલ્યાં ગયાં.
પ્રેમ પુષ્પની કળીને ખીલાવી,
પ્રેમ આપતાં તમે ચાલ્યાં ગયાં.
સાગરની જેમ સદા સંગાથે રહ્યાં,
મિલન કરાવી અમારું,
સદા માટે ચાલ્યાં ગયાં.
ક્ષણભર થઇ ગઇ તમારી મુલાકાત,
અને સંગદિલ તમે ચાલ્યાં ગયા,
લાગી ઝંખના તમારી એક ઝલકની,
પણ વિરહમાં મૂકી તમે ચાલ્યાં ગયાં..!
