શબ્દ સાગર
શબ્દ સાગર
કાગળમાં યાદોને સજાવી શકાય તો ઉઠાવો કલમ,
સુની હૃદયની સરિતા વહાવી શકાય તો ઉઠાવો કલમ,
શબ્દ છે ક્યારેક પ્રગટે, ક્યારેક રિસાય પણ ખરા,
વેદના, સંવેદનાને તરાવી શકાય તો ઉઠાવો કલમ,
સ્પર્શતા સ્પંદને લાગણીની ભીનાશ છલકે ત્યારે,
શબ્દ સાગરે જાત નિચોવી શકાય તો ઉઠાવો કલમ,
જાતને સ્નેહથી સંભાળવા કલ્પનાની પાંખે વિહરી,
કલશોર મચાવી ગજાવી શકાય તો ઉઠાવો કલમ,
ભીતર ઊઠતી ચીસો પડઘાતી પથ્થરે કોતરાય પછી,
મહેલને મિનારે શબ્દો જડાવી શકાય તો ઉઠાવો કલમ.
