STORYMIRROR

Chirag Padhya

Children Others

3  

Chirag Padhya

Children Others

શૈશવ

શૈશવ

1 min
13.8K


યાદ છે એ રંગીન પળો,

જેમા મઢાયેલુ મારુ સોનેરી "શૈશવ"


ના કોઇ ફિકર ના કોઇ ઝંઝટ,

ગલીએ ગલીએ ફરતુ હતુ.

ગરમી ઠંડી કે વરસતા વરસાદે,

બધી જ ઋતું માં રમતુ હતુ.


ના કપડાની પરવા ના ચહેરાની ફિકર,

મુક્ત બની વિહરતુ હતુ.

રમત હોય કે હોય ભણતર,

દરેકનુ આનંદ લુંટતુ હતુ.


મિત્રોના અબોલા શિક્ષકોની માર,

નિસ્વાર્થ બની સહેતુ હતુ.

ના ટ્યુશનની ઝંઝટ ના લેશનની ચિંતા,

ઉજ્વળ આદર્શ ભણતર હતુ.


ફુલડા ગયા "ચિરાગ" ફોરમ રહી ગઇ,

સમય વિતી સ્વપ્ન બની ગયો.

વિચારોની દુનિયામાં રહ્યુ શૈશવ,

યાદ છે એ સોનેરી પળો.


Rate this content
Log in

Similar gujarati poem from Children