તું જ મારી વ્હાલડી, મારી માવડી
તું જ મારી વ્હાલડી, મારી માવડી
એક દિ બે લીટી મારી અખબાર માં જાણી,
પૂછવા લાગી એ મને કરી મલકાયેલી વાણી,
પૂછ્યું ..આવી બધી રચનાઓ થવા લાગી ક્યારથી,
ભૂલી ગઈ?... હું તારો અંશ બન્યો હતો ને ત્યારથી,
તું ભણવાનું જાણે કે આવી કવિતાઓ કરતા?
સદાય તારા જ સંસ્કારો મારા લોહીમાં ફરતા,
હું માનું બતાવ તું લખી જો તારી જનેતા પર ને માવડી,
અહો ભાગ્ય...ધિક્કાર છે હવે જો મને આ નો આવડી,
એક તું જ જે જગથી નવ માસ...મને વધારે જાણી,
લે કાનો જન્મ જો તારા ખોળે ...થાય જશોદા અજાણી,
ખુદા જો અમરત્વ આપે તો પે'લા મારી મા ને જ આપે,
હું તો એ જ માંગુ મારી મા સદાય મને છાતી એ ચાંપે,
ભગવાન કોઈ 'દિ નો ડૂબાડે તારા વહાની નાવડી,
બસ હું તારો ને તું જ મારી વ્હાલડી ...મારી માવડી!
