રાધાજી નો રાસ
રાધાજી નો રાસ
પહેલીવાર જોયેલ એ હવેલી નો રાસ,
જાણે રાધાજી એ કર્યો ધરતી પર વાસ,
એ વારે વારે તને જોવાના મન ના ખ્યાલ,
ક્યારે પૂરો થાશે આ રાધા-કાનનો વ્હાલ,
આટલી ધીરજના ફળે મેળવેલ અવગણનાનો અંત,
આખરે કેવી રીતે કરું આ પ્રેમ રુપી ચિત્ર ને જીવંત,
લીલુડાં કુદરતમાં ખીલેલ એ ગુલાબી ફૂલ,
જાણે મને મળી ગઈ આખી પ્રેમ ની સ્કુલ,
જાણે આ ધારદાર શ્યામવર્ણી નેણ,
વીંધી જનાર ધનુષ નું મોહિત વેણ,
એ વાળે ઢાંકેલું કાન માં ચમકતું મોતી,
જાણે બનાવી હશે કુદરતે ગોતી ગોતી,
એ પવન સાથે રમતી તારા વાળ ની લટ,
હવે કેમ રોકાય ઈર્ષ્યા ભરેલા મનનો વટ,
એ ભરેલા ગાલ પર પડતું નાનકડું ડિમ્પલ,
જાણે ચાંદ રાહ જોવે ચાંદની નો પલ પલ,
સ્મિત જોઇ ચાંદ કેરી ચાંદની તને ચૂમવા આવી,
હટ... કહી ને મારી સામે સહેજ મલકાય આવી,
આંખો ની સુંદરતા છુપાવતી તારી પાંપણો,
બસ એને જ વાવેલી દિલ માં તારી કૂંપણો,
નમ્ર બનેલ દાઢીએ વધારેલ ચહેરાની નમણાશ,
હવે તું જ કે કેમ નો થાય દિલ માં તારો વાસ?

