"નાખો એની પાંખો કપાવી"
"નાખો એની પાંખો કપાવી"
હજારો દુવાના ફળે જન્મેલી મારી, વહાલસોયી નાજુકળી કળી
જાણે આંગણામાં રમતી ખીલતી, પ્રેમની આખી સ્કૂલ મને મળી,
એ વાત કે કળી સોળે કળાએ ખીલવાની હતી ત્યારે,
કુરૂપા કાળા ભમરાએ એની નઝર બગાડી હતી જ્યારે,
બેસુરા સૂરો રેલાવી મોહિત બનાવી આવ્યો એ પાસે,
અજાણી કળી ન જાણે કે હવે સાથે એની શું થાશે ?
ભાન ભૂલાવી આપી લાલચ સુંદર સ્વપ્નો દેખાડી,
એને ક્યાં ખબર કે જશે મને આંખો તારા દેખાડી,
બહું મહેનત કરી માતૃડાળીએ, તું જરાક તો લે વિચારી
ના લઈ જાઈશ એને તું, એ તો હજી નાની છે બિચારી,
હાથ કસી લાગ્યો જંજોડવા,કળી છોડથી નોખી પછાડી,
અંતે છોડી એને જયારે, છેલ્લીવાર બોલી ઓ મારી માડી
જેને કરવી હોય ભૂલ ,એ લ્યે એની જિંદગી મપાવી,
હવે એને એક જ સજા , નાખો એની પાંખો કપાવી!
