STORYMIRROR

patel jay

Thriller Tragedy

3  

patel jay

Thriller Tragedy

"નાખો એની પાંખો કપાવી"

"નાખો એની પાંખો કપાવી"

1 min
28.1K


હજારો દુવાના ફળે જન્મેલી મારી,

વહાલસોયી નાજુક કળી,

જાણે આંગણામાં રમતી ખીલતી,

પ્રેમની આખી સ્કૂલ મને મળી,


એ વાત કે કળી સોળે કળાએ,

ખીલવાની હતી ત્યારે,

કુરૂપા કાળા ભમરાએ એની નજર,

બગાડી હતી જ્યારે,


બેસુરા સૂરો રેલાવી મોહિત,

બનાવી આવ્યો એ પાસે,

અજાણી કળી ન જાણે કે હવે,

સાથે એની શું થાશે?


ભાન ભૂલાવી આપી લાલચ સુંદર સ્વપ્નો દેખાડી,

એને ક્યાં ખબર કે જશે મને,

આંખો તારા દેખાડી,


બહું મહેનત કરી માતૃડાળીએ,

તું જરાક તો લે વિચારી,

ના લઈ જઈશ એને તું,

એ તો હજી નાની છે બિચારી,


હાથ કસી લાગ્યો જંજોડવા,

કળી છોડથી નોખી પછાડી,

અંતે છોડી એને જયારે,

છેલ્લીવાર બોલી ઓ મારી માડી,


જેને કરવી હોય ભૂલ,

એ લ્યે એની જિંદગી મપાવી,

હવે એને એક જ સજા,

નાખો એની પાંખો કપાવી!


Rate this content
Log in

Similar gujarati poem from Thriller