STORYMIRROR

Dr Sejal Desai

Children Inspirational Tragedy

3  

Dr Sejal Desai

Children Inspirational Tragedy

શા માટે ?

શા માટે ?

1 min
1.3K




એક પુત્ર જન્મની આશમાં

અનેક પુત્રીની કુખમાં જ હત્યા..

શા માટે?


પુત્ર જન્મની થાય વધામણી,

અને પુત્રી જન્મને મળે ધિક્કાર..

શા માટે?


પુત્ર ને કહે કુળદીપક,

અને પુત્રી ને ગણે સાપનો ભારો....

શા માટે ?


પુત્રને જન્મ આપનાર માતાનું કરે સન્માન,

પુત્રી જણનારમાં સહે મહેણા ટોણા અપાર..

શા માટે?


પુત્ર ઉછેર થાય લાડકોડથી,

પુત્રી રહી જાય સ્નેહથી વંચિત...

શા માટે?


પુત્ર જન્મ માટે પિતા જવાબદાર,

છતાંયે માતા જ સહે સમાજનો સવાલ..

શા માટે?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children