STORYMIRROR

DILIP CHAUDHARI

Children Others

3  

DILIP CHAUDHARI

Children Others

આવ્યો વરસાદ

આવ્યો વરસાદ

1 min
5.3K


આવ્યો વરસાદ બધે પાણી પાણી

વાદળના પોટલામાંથી વરસે પાણી

આવ્યો વરસાદ બધે પાણી પાણી


થાય છે વીજળી અને થાય છે તડાકા

આંગણામાં દોડી ગયા બધા ભાગી

આવ્યો વરસાદ બધે પાણી પાણી


ટહુકા વિનાનો રૂડો મોભારે મોરલો

ટપકે ડાળીએથી પાણી પાણી

આવ્યો વરસાદ બધે પાણી પાણી


મોરલો ઝંપે ને દેડકા આવ્યા

ડ્રાઉં... ડ્રાઉં... કરતી વરસે વાણી

આવ્યો વરસાદ બધે પાણી પાણી


એવું લાગે કે જાણે કાણું છે આભલું

ફળિયામાં આમતેમ પાણી પાણી

આવ્યો વરસાદ બધે પાણી પાણી


મમ્મીના રોકજે પપ્પાના ન રોકજે

ન્હાવું છે આજ મારે મ્હાણી મ્હાણી

આવ્યો વરસાદ બધે પાણી પાણી


નેવા ઉભરાય છે ને આંગણ છલકાય છે

ગાતી ટોળકી વરસે પાણી

આવ્યો વરસાદ બધે પાણી પાણી


કોઈ તરવાનું ફળિયામાં હોડલી

વાયુ લઇ જાય છે તાણી તાણી

આવ્યો વરસાદ બધે પાણી પાણી


Rate this content
Log in

More gujarati poem from DILIP CHAUDHARI

Similar gujarati poem from Children