STORYMIRROR

Shailesh Joshi

Children Others

3  

Shailesh Joshi

Children Others

ગુલમહોર

ગુલમહોર

1 min
923


રૂડો રૂપાળો દેખાય આ

ગુલમહોર રૂડો રૂપાળો

મારા ફળિયામાં સોહાય

આ ગુલમહોર રૂડો રૂપાળો


લીસ્સા સુંવાળા એના હાર્યા-ભર્યા પાન છે

ઝીણીઝીણી પાંદડીનું લલકાતુ ગાન છે

મને ભાળીને રાજી થાય આ ગુલમહોર

આ ગુલમહોર રૂડો રૂપાળો


ઘેઘુર ડાળીઓનો છાંયડો ઘટાદાર છે

દાદાની છત્રી જેવો સુંદર આકાર છે

આઘે આઘેથી ઓળખાય આ ગુલમહોર

આ ગુલમહોર રૂડો રૂપાળો


લાલચટક ફૂલોથી મસ્ત મસ્ત લાગતો

મધ મીઠા ફૂલ અમને ખાવાને આપતો

પંખીડા બેસી ગીત ગાય આ ગુલમહોર

આ ગુલમહોર રૂડો રૂપાળો



Rate this content
Log in

More gujarati poem from Shailesh Joshi

Similar gujarati poem from Children