STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

સગપણ નું એક મોતી દઈ જા

સગપણ નું એક મોતી દઈ જા

1 min
207

હું ક્યાં કહું છું સૂરજ બની આકાશે વસી જા

બસ દીપક બની કેડી કંડારી જા,


હું ક્યાં કહું છું મેઘ બની વરસી જા

બસ ઝરણું બની લોકોની તૃષા છીપાવી જા,


હું ક્યાં કહું છું વસંત બની બાગબાન મહેકાવી જા

બસ થોડી મદદથી કોઈની જિંદગી મહેકાવી જા,


હું ક્યાં કહું છું દરિયો બની અપાર લૂંટાવી જા

બસ જીવવા માટે સગપણનું એક મોતી દઈ જા,


હું ક્યાં કહું છું પારસમણિ બની બધું કંચન બનાવી જા

બસ તારા પ્રેમના સ્પર્શે જિંદગી મહેકાવી જા,


હું ક્યાં કહું છું જિંદગીભરનો સાથ દે

બસ જીવન યાદગાર બનાવવા થોડી પળોનું સંભારણું દે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance