STORYMIRROR

Sunita B Pandya

Romance

3  

Sunita B Pandya

Romance

સગાઈ

સગાઈ

1 min
2.6K

પાણીના ગ્લાસથી શરૂ થઈ હતી સફર...

પાણિગ્રહણ કરવાના કોલ પર પહોંચી છે સફર..


"હા" આવશે કે, "ના" આવશેની હતી મૂંઝવણ

આજે રીંગ સેરેમનીએ આવી પહોંચી છે સફર..


આઈસ્ક્રીમથી ગોળધાણા સુધીની સફર છે સગાઈ


બે યુવાન હૈયા મળ્યાં પછીનો

પરિવારોના મિલનનો વ્યવહાર છે સગાઇ 


આંખોથી આંખો ટકરાઈ અને થઈ હતી બંને હૈયાની સગાઈ

આજે ફરીથી સમાજની આંખો ઠારવા થશે સગાઈ.


પહેલી મુલાકાતથી સાત જન્મોના બંધનનું,

પહેલું વહેલું પગથિયું છે સગાઈ,


નાની શી પપ્પાની લાડલી આજે થશે પિયુની પાંખડી.

ખિલખિલાટ હસતી બેટીથી ઠરેલ વહુ તરફ લઈ જશે સગાઈ,


શુભ મુહૂર્તની શરૂઆત સાથેનો

પહેલો વહેલો અવસર છે સગાઈ,


અપરિચિતથી પરિચિત થયા પછીની

સ્નેહીથી સ્વજન બનવાની સામાજિક રસમ છે સગાઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance