સદાબહાર સરવાળો
સદાબહાર સરવાળો
સદાચારના શબ્દોનો,
વિવેકથી છલકાતી વાણીનો,
સુયોગ થયો છે આજ,
નિમિત્ત બનતો સદાબહાર સરવાળો,
દેશની ખુમારીથી જીવતો,
સદાને માટે સલામ ભરતો,
એકતાના સંદેશનો સાથ,
દેશ બન્યો સદાબહાર સરવાળો,
ઉચ્ચ ગુણોને ધારીને,
મુલ્યો સંસ્કૃતિના શીખવા,
ગુરૂ શિષ્યના મતનો,
ગુણવત્તા છે સદાબહાર સરવાળો,
ઇર્ષાની બાદબાકી ને,
સંપનું સોપાન ભરતો,
એકમેકના પરિવારનો,
સંપ દાખવતો સદાબહાર સરવાળો,
"પ્રણવની કલમ" ને શબ્દો જડ્યા,
શબ્દોની હારમાળ રચતો,
કવિતાનો સંદેશ આપતો,
કલમની ગુણવત્તાનો સદાબહાર સરવાળો.