Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Bhatt

Inspirational

3  

Ramesh Bhatt

Inspirational

સબુર મનવા

સબુર મનવા

1 min
6.9K


ગયો યોગથી દૂર મનવા

મળ્યો તે જ ભરપૂર મનવા


બંધન તો હર કોઈ ય બાંધે

નિભાવતા કોઈ શૂર મનવા


વહાલ એને વિસર્જનથી

અખંડ ચૂરે ચૂર મનવા


શાંત સરોવર ચેતન ધારા

સમદર ગાંડોતૂર મનવા


તારે તારે તંતુ તંતુ

બાજે અનહદ સૂર મનવા


કાયાના તે વળગણ કાચાં

આતમ જાગ જરુર મનવા


બાવન બહારે નોબત"રશ્મિ".

આઠે પહોર સબૂર મનવા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational