STORYMIRROR

PRAVIN PATEL

Inspirational

4  

PRAVIN PATEL

Inspirational

સબંધો

સબંધો

1 min
321

સબંધો પણ ટકેલા છે સ્વાર્થ ભૂમિ પર,

સબંધો પણ નમેલા છે સ્વાર્થ ભૂમિપર,


સંબંધોના ચિત્રોમાં જે જે રંગ ભર્યા એ

સઘળા રંગો ભળેલાં છે સ્વાર્થ ભૂમિ પર, 


જીવન વસ્ત્રના ખોલ્યા જ્યાં તાણાવાણા

જોયું સઘળાં ગુંથેલા છે સ્વાર્થ ભૂમિ પર,


ગુન્હો ન કર્યો તોય સજા મળી, પછી ખબર

પડી પુરાવા રજૂ કરેલા છે સ્વાર્થ ભૂમિ પર,


નથી રહ્યો જગે વિશ્વાસ કારણ કહું, દોસ્તે જ

કાન્તાસુતને ખંજર ભોંકેલા છે સ્વાર્થ ભૂમિ પર,



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational