સબંધ સ્નેહના જોડીને
સબંધ સ્નેહના જોડીને
દ્વેષના ફટાકડા ફોડીને દિવાળી ઉજવીએ.
સબંધ સ્નેહના જોડીને દિવાળી ઉજવીએ.
એકતા અને અખંડતા છે શાન આ દેશની,
ધર્મના વાડા બધાં તોડીને દિવાળી ઉજવીએ,
ભૂલી જઇએ હવે કડવી વાતોને સદા માટ.
ઔપચારિકતા નરી છોડીને દિવાળી ઉજવીએ.
ઘર ઘરમાં દીવા પ્રગટે એજ ખરી ઉજવણી.
દુખિયાને સાથે જોડીને દિવાળી ઉજવીએ.
સઘળા પર્વ છે સંસ્કૃતિને જોડતી કડી જાણે.
સમજદારીનો ઝંડો ખોડીને દિવાળી ઉજવીએ.
