સૌનાં મનડાં હરખાવે
સૌનાં મનડાં હરખાવે
એક એક નોરતે મા શૈલપુત્રી રમવા આવે
સફેદ વસ્ત્રધારી સૌના દુઃખડા હરવા આવે
મા શૈલપુત્રી રમવા આવે..
સૌના મનડાને હરખાવે..
બીજે બીજે નોરતે મા બ્રહ્મચારિણીની રમવા આવે
એક હાથમાં કમંડળ અને બીજા હાથે માળા પહેરે
મા બ્રહ્મચારિણીની રમવા આવે..
સૌના મનડાને હરખાવે..
ત્રીજે ત્રીજે નોરતે મા ચંદ્રઘટામા રમવા આવે
મનમાં થતાં ઉતાર ચઢાવ દૂર કરતા જાય
મા ચંદ્રઘંટામા રમવા આવે..
સૌના મનડાને હરખાવે..
ચોથે ચોથે નોરતે કુષ્માંડા મા રમવા આવે
સકળ જગમાં વ્યાપેલા રોગ દૂર કરતા જાય
મા કુષ્માંડા રમવા પધારે..
સૌના મનડાને હરખાવે..
પાંચમા પાંચમા નોરતે સ્કન્દમાતા રમવા આવે
કાર્તિકેય સાથે સૌને આશિષ આપવા પધારે
મા સ્કન્દ માતા રમવા પધારે..
સૌના મનડાને હરખાવે..
છઠ્ઠા છઠ્ઠા નોરતે કાત્યાયની મા રમવા આવે
શ્રીકૃષ્ણ અને ગોપીઓ સાથે રમવા આવે
મા કાત્યાયની મા રમવા આવે..
સૌના મનડાને હરખાવે..
સાતમા સાતમા નોરતે કાલરાત્રિ રમવા આવે
કાળનો નાશ કરવા વિકરાળ સ્વરૂપ ધારે
મા કાલરાત્રિ રમવા આવે..
સૌના મનડાને હરખાવે..
આઠમા આઠમા નોરતે મહાગૌરી રમવા આવે
ભગવાન શિવના જપ તપ કરતા આગળ આવે
મા મહાગૌરી રમવા આવે..
સૌનાં મનડાંને હરખાવે..
નવમા નવમા નોરતે સિદ્ધિદાત્રી રમવા આવે
મનોકામનાઓ અને ઈચ્છાઓ પૂર્ણ કરવા આવે
મા સિદ્ધિદાત્રી રમવા આવે..
સૌના મનડાને હરખાવે.
