STORYMIRROR

KANAKSINH THAKOR

Inspirational

4  

KANAKSINH THAKOR

Inspirational

સૌ બોલે છે ઈંગ્લીશ

સૌ બોલે છે ઈંગ્લીશ

1 min
236

આજે મા સાથે માશી મળીને બની ગઈ ગુજલીશ 

આજ સૌ બોલે છે ઈંગ્લીશ


ઈંગ્લીશ સૌ બોલે છે લોકો ખોટી પાડવાં ઈમ્પ્રેસન 

ઈંગ્લીશમાંને ઈંગ્લીશમાં બાળકોમાં આવ્યું ટેન્સન 

ઈંગ્લીશનાં વાયરે આપણે થયાં આજ સાવ ફૂલીશ 

આજ સૌ બોલે છે ઈંગ્લીશ


માતૃભાષાનો અખૂટ શબ્દ ભંડોળને ગયા છી ભૂલી

આજે આપણે બાળકનાં ભણતરમાં બનાવી શૂળી 

બાળકોને માતૃભાષામાં શિક્ષણ દેવાની લો પ્રોમીસ 

આજ સૌ બોલે છે ઈંગ્લીશ


અંગ્રેજીની લાયમાં બાળકો ભૂલશે મૂલ્યો, સંસ્કૃતિ 

ઈંગ્લીશમાંને ઈંગ્લીશમાં બાળકોમાં આવશે વિકૃતિ

આજથી લો પ્રણ હું ગુજરાતી ભણીશ ને બોલીશ

આજ સૌ બોલે છે ઈંગ્લીશ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational