STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

સૈનિકની વર્ધી

સૈનિકની વર્ધી

1 min
473

આ જન્મારોમાં ભારતને નામ કરી,

તિરંગે લપેટાયો છું,

દેશ કાંજે, શત્રુ સામે વીરતાથી લડયો છું,

ભારતમાનો જયકાર કરી, શહાદતને વ્હોરી છે,


હું એ લડવૈયો છું, હું એ જવાન છું,

પોતાના સુખોની મે હોળી કરી છે, 

મારા દેશની શાન રહે સદા. 


મારી પત્નીને માને છેલ્લા પ્રણામ છે,

આપણો નાતો અહીં સુધી નો હતો ,

મારી વર્ધી મારી માતા છે,

તિરંગો મારી શાન કાંજે 

જાન કુરબાન છે.

 

કફન લપેટી માટીમાં સુઈ જાવું મારે સદાયને,

માનું ઋણ ચુકવાનો અવસર છે,

જયહિંદ બોલી ભારત,

ના પાણીની તાકાત બતાવી,


કાયરો સામે લડીને શત્રુની છાતી ચીરીને,

શહીદોના બલિદાનનો હિસાબ ચૂકવવો મારે,


એ કાયરોના મર્દો આ કોઇ બગલુ નથી રે,

સિંહના મોંમા હાથ નાંખશો નહીં,

તમે ચાલીસ મારશો તો અમે હજાર,

અમે શેરોની ઓલાદ છીએ,

     

મા ભારત સદાય હસતી રહે,

તેની પર આંચ ન આવે,

હું તારો પ્યારો લાલ છું 

સદાય મા તારી રક્ષણ કાજે હાજર 

દેશવાસી ઓ મારા ઋણી રહેશો નહીં,


દેશને જવાબદાર બની રહેશો જી,

જય હિંદ જય હિંદનો નાદ પુકારો,

દેશ સાથે ગદ્દારી કરશો મા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational