સાથ
સાથ
સાથની સાર્થકતા બતાવી દે તું,
સંગાથની પરિભાષા સમજાવી દે તું,
હમસફર બની મિસાલ કાયમ કરી દે તું,
ભલે હોય ગરીબી કે અમીરી,
હરેક હાલમાં સાથ નિભાવી દે તું,
હાથમાં હાથ લઈ,
જીવનભરનો સાથ આપી દે તું,
અનંત આભ જેવો અસીમિત
પ્રેમ આપી,
ઈતિહાસમાં અમર કરી દે તું,
મારા જીવનબાગમાં છે ઘણા કંટકો,
કંટકો વચ્ચે પણ ફૂલ ખીલાવી જા,
મારા જીવનબાગને મહેકાવી જા.

