STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

"સાથ તારો માંગવા હું આવી છું."

"સાથ તારો માંગવા હું આવી છું."

1 min
396

દિલ તારું જીતવા હું આવી છું,

પ્યાર તારો પામવા હું આવી છું.


જોઈ હતી તારી આંખોમાં ઉદાસી,

એ ઉદાસીને હટાવવા હું આવી છું.


જોઈ તૂટેલ તારો આત્મવિશ્વાસ,

હૈયે હિંમત આપવા હું આવી છું.


બંનેના સાથ થકી બનશે જન્નત,

તારું ભાગ્ય પલટાવવા હું આવી છું.


શબ્દોના પ્રહારોથી ઘાયલ થયું તારું હૈયું

ઝખ્મી હૈયાને મલમ લગાવવા આવી છું.


દુનિયાની સઘળી ખુશીઓ તને આપવા,

જીવનભર સાથ તારો માંગવા હું આવી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance