STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સારું આયોજન રાખજે

સારું આયોજન રાખજે

1 min
179

ઊંચું તારું લક્ષ્ય રાખજે,

ઉદ્દેશ્ય તારો સ્પષ્ટ રાખજે,


લક્ષ્યને પ્રાપ્ત કરવા સુંદર વ્યૂહરચના કરજે,

નાની નાની બાબતોનું પણ ચોકસાઈથી અવલોકન કરજે,


લક્ષ્યને તારા અગ્રતા ક્રમ આપજે,

આત્મવિશ્વાસની તલવાર તું સાથ રાખજે,


પ્રેરણા પૂરી પાડી શકે એવા ગુરુઓને તું સાથ રાખજે,

લક્ષ્યને પ્રાપ્ત કરવા યોગ્ય આયોજન કરજે,


ધ્યેય સુધી પહોંચવા યોગ્ય દોરવણી લેજે,

ધ્યેયથી વિચલિત ના થવાય તે માટે તારા પણ નિયંત્રણ રાખજે,


મૂલ્ય વધારવા તારું શૂન્ય બની પાછળ ગોઠવાઈ જજે,

લક્ષ્ય તારું સાધવા પ્રમાણિકતાના ગુણો તો સાથ રાખજે,


લક્ષ્ય તારું સિદ્ધ કરવા અથાગ મહેનતમાં તું વિશ્વાસ રાખજે,

ખુદ પર ભરોસો અને ઈશ્વરમાં આસ્થા રાખજે,

હૈયે હામ રાખજે હાથમાં તું કામ રાખજે,


આયના જેવું પારદર્શક વ્યક્તિત્વ રાખજે,

સારી વ્યવસ્થા, સારું આયોજન,


પારદર્શક વ્યક્તિત્વ, સારું નેતૃત્વ,

સારો સ્વભાવ, યોગ્ય સમયે, યોગ્ય જગ્યા એ, યોગ્ય મહેનત, રંગ લાવશે,


લક્ષ્ય તારું સામે ચાલીને મળવા આવશે,

બસ હિંમત અને મહેનતના હલેસાંથી,

આ સફળતાની નદી ચોક્કસ પાર થશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational