STORYMIRROR

ઈલાબેન પી. જોષી

Inspirational

4  

ઈલાબેન પી. જોષી

Inspirational

સારથી બનો

સારથી બનો

1 min
223

સંસાર સાગરમાં ગોથાં ખાતા, હાથ મારો પ્રેમે ઝાલી રાખો,

હું ઝાલીશ તો છૂટી જશે, તમે મજબૂતાઈથી ઝાલી રાખો,


મધદરિએ મારી નાવડી ડૂબે, તારણહાર બની પ્રભુ પધારો,

મનની લગામ મારી સોપું, સારથી બનીને પ્રભુ પધારો,  


ગોપી સમ કૃપા કરી, મમ વસ્ત્રો વિકારના સઘળાં ચોરો,

ગોપીઓના માખણની જેમ, મમ હૃદયનવનીત તવ હાથે ચોરો,  


અર્જુનની સમ વિનવું પ્રભુ હું, મારાં જીવનરથને તમે ચલાવો,

અર્જુનના તમે બન્યાં સારથી, મારાં પણ બની રથ ચલાવો,  


જીવ્યું મારું સાર્થક કરવા, કૃપા અવિરત વરસાવો,

રથ મારો હું સોપું તમને, વિજયશ્રીને વરસાવો,  


"મશાલ"પોકારે આર્તનાદ ભાવે, અંત સમયે પ્રભુ દોડી આવો,

પ્રભુ કૃપાળું ! અરજ છે મારી, મરણ મારું સુધારવા આવો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational