સારા પાડોશી બનીને જીવીએ
સારા પાડોશી બનીને જીવીએ
માનવ બનીને આવ્યા આપણે, માનવ બનીને જીવીએ
સમાજમાં રહેવાનું છે આપણે, સમજી વિચારીને જીવીએ,
પ્રસંગ પ્રસંગે ઉપસ્થિત રહે એ આપણા સગાસંબંધી છે
વ્યવહારમાં રહેતા જીવીએ, સામાજિક પ્રાણી બનીને જીવીએ,
કહેવાય છે કે પહેલો સગો આપણો સારો પાડોશી છે
સારા બનીને જીવીએ અને સારા પાડોશી બનીને જીવીએ,
આપણું નસીબ સારું હોય તો સારા પાડોશી મળે છે
સુખદુઃખમાં સાથ આપવો, સારા પાડોશી બનીને જીવીએ.
