સામાન્ય માણસ સુપરમેન
સામાન્ય માણસ સુપરમેન
આ સામાન્ય માણસ પણ બની શકે છે,
મહેનત કરીને મોટો સુપરમેન.
મજૂરી કરી મહેનત કરી શકે છે,
માણસ પૈસા કમાઈ ત્યારે મળે ચેન.
સુપરમેન શકિત બતાવી શકે છે,
સામાન્ય માણસ લાડુ ખાઈ ચડે ઘેન.
પોતાનાથી વ્હાલા પારકા હોય શકે છે,
સબંધો સારા નિભાવી શકે સગી બેન.
કવિતા લખવી સહેલી બની શકે છે,
પણ હાથમાં હોય એક સરસ પેન.
નાનો માણસ પણ મોટો બની શકે છે,
પણ જો હોય હરખથી ભરેલા નેન.
માણસને સારો અનુભવ મળી શકે છે,
જ્યારે પરિશ્રમ કરી બને સુપરમેન.
