STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

સાજનની વ્યથા

સાજનની વ્યથા

1 min
365

કેવું પાગલ આ મન છે મારૂં,

તુજને કદી ભૂલી શકતો નથી,

હ્રદય પૂર્વક પ્રેમ કરૂં છુ હું તુજને,

તારા વિના હું રહી શકતો નથી.


હમેશા છૂપાઈને તું રહે છે મુજથી,

મારા મનને જરાય પણ ચૈન નથી,

મુખ પર નકાબ તું દરરોજ રાખે છે,

તારો સુંદર ચહેરો તું બતાવતી નથી.


દિન રાત વાટ જોઉં છું હું તારી,

મુજને મળવા કદી આવતી નથી,

હ્રદય પૂર્વક પ્રેમ કરૂં છું હું તુજને,

તારા વિના હું રહી શકતો નથી.


તું મારા દિલની ધડકન છો સજની,

પ્રેમનો તાલ કદી તું મેળવતી નથી,

હું તારા પ્રેમરાગની મધુર સરગમ છું,

તું હ્રદયની લાગણી સમજતી નથી.


છબી તારી મારા હ્રદયમાં વસે છે, 

તું હ્રદયમાં ઝાંખીને નિરખતી નથી,

હ્રદય પૂર્વક પ્રેમ કરૂં છું હું તુજને,

તારા વિના હું રહી શકતો નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance